Not Set/ રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસ માટે છોડવા પાછળ માયાવતીનો આ છે સિક્રેટ પ્લાન, વાંચો.

લખનઉ, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે એમ હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશમાં પોતાની પાર્ટીઓના ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવી છે. માયાવતીએ જણાવ્યું હતું કે, પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી બસપા […]

Top Stories India Trending
9jpgt5c8 bsp chief mayawati રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસ માટે છોડવા પાછળ માયાવતીનો આ છે સિક્રેટ પ્લાન, વાંચો.

લખનઉ,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે એમ હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ દ્વારા ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉત્તરપ્રદેશમાં પોતાની પાર્ટીઓના ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવી છે.

માયાવતીએ જણાવ્યું હતું કે, પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી બસપા અને સપા ૩૮ – ૩૮ બેઠકો પર ચૂંટણી લડશે, જયારે ૨ સીટો અન્ય પાર્ટીઓ માટે રિઝર્વ અને રાયબરેલી તેમજ અમેઠીની બેઠક કોંગ્રેસ માટે છોડવામાં આવી છે.

spa and bsp રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસ માટે છોડવા પાછળ માયાવતીનો આ છે સિક્રેટ પ્લાન, વાંચો.
national-sp-bsp-alliance-left-amethi-and-raibareli-lok-sabha-seat-mayawati secret plan

જોવામાં આવે તો, રાયબરેલી અને અમેઠી સીટ પર સપા અને બસપા ગઠબંધન દ્વારા એક પણ ઉમેદવાર ન ઉતારવા પાછળ માયાવતીનો કોઈ સિક્રેટ પ્લાન જોવા મળી રહ્યો છે.

બસપા સુપ્રીમોએ કહ્યું હતું કે, “અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠક પર અમારા દ્વારા કોંગ્રેસ પાર્ટી સાથે વિના કોઈ ગઠબંધન કર્યા વગર જ છોડી દીધી છે, જેથી ભાજપના અલોકો આ બંને સીટો પર કોંગ્રેસના બે શીર્ષ નેતાઓને ઉલજાવીને ન રાખી શકે”.

karnataka swearing in ceremony cdebe046 899c 11e8 b2f4 2ee9fa0c7dec રાયબરેલી અને અમેઠી સીટ કોંગ્રેસ માટે છોડવા પાછળ માયાવતીનો આ છે સિક્રેટ પ્લાન, વાંચો.
national-sp-bsp-alliance-left-amethi-and-raibareli-lok-sabha-seat-mayawati secret plan

હકીકતમાં માયાવતી પોતાના આ નિર્ણયથી બતાવવા માંગે છે કે, સપા અને બસપા ગઠબંધન કોંગ્રેસ વિરુધ નથી પરંતુ NDAની સામે છે.

આ કારણ હોઈ શકે છે કે, કોંગ્રેસની આ પરંપરાગત સીટ પર કોઈ ઉમેદવાર ઉતાર્યો નથી, જેથી કોંગ્રેસ પાર્ટીને અહિયાથી ભાજપ વિરુધ ચૂંટણીના મેદાનમાં કોઈ તકલીફ રહે નહિ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાયબરેલી એ UPAના ચેરપર્સન સોનિયા ગાંધી અને અમેઠી સીટ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક છે.